🔥 ट्रेंडिंग લાંભા વોર્ડના વૈશાલી નગરમાં ₹2.25 કરોડ... अभिनेता विजय ने तमिलनाडु में कल्याण पह... विजय का 'ओम शक्ति' नारा, डीएमके का 'ओम... MP AYUSH UG 2026 सीट अलॉटमेंट जारी, अग... मध्य प्रदेश ने चार ऐतिहासिक स्थल यूनेस... रु.2.8 लाख वेतन का दिखावा करके सीईओ बन...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇડર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયાર સાથે બે ઇસમોની ધરપકડ
स्थानीय

ઇડર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયાર સાથે બે ઇસમોની ધરપકડ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 अग. 2026, 07:47 AM 👁 60
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સોબરકાંઠા SOG ના માર્ગદર્શન હેઠળ, બે ઇસમોને ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી.

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આવનારા તહેવારની ઉજવણી માટે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવાની સૂચના આપી હતી.

પો.ઇન્સ.એ.એમ.વાળા, એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઈ. શ્રી પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. સાથેના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને એ.હે.કોન્સ. હરપાલસિંહ જશવંતસિંહને તેમના ખાનગી બાતમીદારથી જાણકારી મળી કે, ઇડર બાજુથી એક ઇકો ગાડી રજી નં- GJ 27 AP 7426 માં બે ઇસમો કમાલપુર ગામની સીમમાં શિકાર માટે જનાર છે અને સદરહું ઇકો ગાડીમાં ગેરકાયદેસર બંદુક રાખેલ છે.

તેથી સદરી ઇકો ગાડી ને ઉભી રાખી કોર્ડન કરીને, ઇસમો પોલીસ બાબતે શક વહેમ જતાં ભાગવાનો પ્રયત્ન કરતાં, પોલીસ સ્ટાફે અલગ-અલગ જઇ સદરી ઇસમોને આશરે અડધો કિ.મી. જાળી ઝાંખરામાં પીછો કરી પકડી પાડી. અર્જુનભાઇ હાંસાભાઇ લૌર (ઉ.વ.-૪૦, રહે. અલીવાડા, કોટડા જી.ઉદેપુર, રાજસ્થાન) અને રમેશભાઇ બાબુભાઇ બુબડીયા (ઉ.વ.-૨૮, રહે. ખાપા, કુકાવાસ, પોસ્ટ-જેડ, કોટડા જી.ઉદેપુર, રાજસ્થાન) ને ઇડર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે સુપરત કરવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલમાં દેશી બનાવટની એકનાળી ફુલ્લીદાર બંદુક (₹5,000) અને ઇકો ગાડી (₹200,000) સામેલ છે, કુલ ₹205,000.

આ કામગીરીમાં શ્રી પી.એમ.ઝાલા PSI SOG, ASI અનિરૂધ્ધસિંહ, ASI ધર્મેન્દ્રસિંહ, HC હરપાલસિંહ, PC ગોપાલભાઇ, PC કલ્પેશકુમાર, PC દિપકસિંહ, PC સુશિલકુમાર, DHC દશરથભાઇ (એ.એમ.વાળા) અને પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. સાબરકાંઠા સામેલ હતા.
📲Get App