🔥 ट्रेंडिंग આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS ने 2026 MTV VMAs में इतिहास रचा, त... वीड्या वोक्स ने चेतावनी दी: एआई मानव क... मुंबई में हल्की बारिश और गरज-गड़गड़ाहट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં આગામી તહેવારોને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

વિરમગામમાં આગામી તહેવારોને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 26 अग. 2026, 01:21 PM 👁 92
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઈદે મિલાદ, રક્ષાબંધન તેમજ સાતમ-આઠમ જેવા પર્વોને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તે હેતુસર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ પોલીસની હાજરી જોવા મળી હતી. આગામી તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી વિરમગામ
📲Get App