🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરપુરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: ઝૂલુસ અને ધાર્મિક કાર્યક્રમો
Local

વિરપુરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: ઝૂલુસ અને ધાર્મિક કાર્યક્રમો

✍️ Reporter: AKASH JOSHI 🗓 26 Aug 2026, 04:02 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરપુરમાં ઈદે મિલાદના અવસર પર મુસ્લિમ સમાજે ઝૂલુસ, જાહેર સભાઓ અને માનવ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કર્યું.

વિરપુરમાં ઈદે મિલાદના અવસર પર સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઝૂલુસ કાઢવામાં આવ્યો. ઝૂલુસનું પ્રસ્થાન પાણીની ટોકીથી થઈને ઘોચીવાડા મેઈન બજાર, લીમડા ભાગોળ, હાઈસ્કૂલ અને દરિયાઈ પીર દરગાહ ખાતે સમાપ્ત થયું.

પ્રવાસ દરમ્યાન આરીફ મકરાણી દ્વારા બદામસેક જેવા ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું અને જાહેર સભાઓમાં પયગંબર સાહેબની જીવનશૈલી પર પ્રવચન આપવામાં આવ્યું. મસ્જિદો અને ઘરોમાં ખાસ કુરાનનું પઠન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

મુસ્લિમ અગ્રણીઓ અને યુવાઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઈદે મિલાદની શુભેચ્છા પાઠવી. વિરપુર પોલીસનો કાફલો ખડેપગે રહી ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડ્યો.

ઈદે મિલાદને ઇસ્લામમાં માનવ સેવાને લઈને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારમાં જરૂરિયાતમંદને મદદ કરવી, અન્નદાન અને પુણ્ય કરવા પર વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જે મુસ્લિમોને નમ્રતા, દયા, ક્ષમા અને સત્યવાદીતા જેવા ગુણોનું પ્રેરણા આપે છે.
📲Get App