🔥 TRENDING Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સાંતલપુર બી આર સી સામંત ભાઇ 
તથા અતિથિ વિશેષ આચાર્ય શ્રી સુરેશભાઈ રાવલ તેઓએ સંસ્કૃત ની ભાષા સંસ્કૃતિ નો વેદો અને પુરાણો પર વ્યક્તવ્ય આપ્યું

સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સાંતલપુર બી આર સી સામંત ભાઇ તથા અતિથિ વિશેષ આચાર્ય શ્રી સુરેશભાઈ રાવલ તેઓએ સંસ્કૃત ની ભાષા સંસ્કૃતિ નો વેદો અને પુરાણો પર વ્યક્તવ્ય આપ્યું

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 25 Aug 2026, 10:58 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંસ્કૃત દિવસ તથા સંસ્કૃત ભાષાનું મહત્વ
સંસ્કૃત દિવસની હાર્દિક શુભકામનાઓ
સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સાંતલપુર બી આર સી સામંત ભાઇ
તથા અતિથિ વિશેષ આચાર્ય શ્રી સુરેશભાઈ રાવલ તેઓએ સંસ્કૃત ની ભાષા સંસ્કૃતિ નો વેદો અને પુરાણો પર વ્યક્તવ્ય આપ્યું
સંપૂર્ણ આયોજક મોર્ડન સ્કૂલ સાતલપુર આચાર્યશ્રી હિતેશભાઈ પટેલ તથા શિક્ષક ગણ
સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની જ્ઞાન, સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક પરંપરાની અમૂલ્ય ધરોહર છે. વેદો, ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, આયુર્વેદ, યોગ, દર્શન અને અનેક શાસ્ત્રોનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે.
સંસ્કૃત ભાષાને “દેવભાષા” કહેવામાં આવે છે. તેની શબ્દરચના, વ્યાકરણ અને ઉચ્ચારણની વૈજ્ઞાનિક વ્યવસ્થા તેને વિશિષ્ટ બનાવે છે. સંસ્કૃતનો અભ્યાસ મનુષ્યને માત્ર ભાષાનું જ્ઞાન જ નથી આપતો, પરંતુ વિનય, વિચારશક્તિ, શિસ્ત અને સંસ્કાર પણ આપે છે.
આપણા શાસ્ત્રોમાં કહ્યું છે
“विद्या ददाति विनयं, विनयाद् याति पात्रताम् ।
पात्रत्वाद् धनमाप्नोति, धनाद् धर्मं ततः सुखम् ॥”
અર્થાત્ વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા પ્રાપ્ત થાય છે, યોગ્યતાથી સમૃદ્ધિ મળે છે, સમૃદ્ધિથી ધર્મ અને ધર્મથી સાચું સુખ પ્રાપ્ત થાય છે.
આપણી નવી પેઢી સંસ્કૃત ભાષાથી જોડાય, સંસ્કૃત શ્લોકો અને સુભાષિતો શીખે તથા આપણા શાસ્ત્રીય જ્ઞાનને સમજે—એ જ સંસ્કૃત દિવસની સાચી ઉજવણી છે.
સંસ્કૃત બચાવવી એટલે માત્ર એક ભાષા બચાવવી નહીં, પરંતુ ભારતની જ્ઞાનપરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવા.
📲Get App