🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં ખાંડના ભાવમાં મોટો ઘટાડો
Business

ગુજરાતમાં ખાંડના ભાવમાં મોટો ઘટાડો

✍️ Reporter: Makvana Jaydip 🗓 25 Aug 2026, 03:04 PM 👁 82
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંડના ભાવમાં ઘટાડો થયો છે, જે ઉપભોક્તાઓ અને વેપારીઓ માટે સકારાત્મક અસર લાવે છે.

BREAKING NEWS 🚨

ગુજરાતમાં ખાંડના ભાવમાં અચાનક ઘટાડો નોંધાયો છે. હોલસેલ બજારમાં ખાંડનો ભાવ અગાઉ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, જે હવે ઘટીને ₹55થી ₹60 પ્રતિ કિલોની આસપાસ થયો છે.

છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો ₹10થી ₹15નો ઘટાડો થતાં વેપારીઓ અને ગ્રાહકોને રાહત મળી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખ ટન ખાંડની આયાતની જાહેરાત બાદ બજારમાં પુરવઠો વધવાની શક્યતાને કારણે ભાવમાં ઘટાડો થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

હાલ ઘટાડો હોલસેલ બજારમાં જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં છૂટક બજારમાં પણ ખાંડના ભાવ ઘટવાની શક્યતા છે.

તહેવારોની સિઝનમાં ખાંડ સસ્તી થતાં સામાન્ય લોકોને મોંઘવારીમાં થોડી રાહત મળી શકે છે.
📲Get App