🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં ગાયત્રીપુરામાં ગંદા પાણીની સમસ્યા હલ કરવા ગ્રામજનોની માંગ

અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં ગાયત્રીપુરામાં ગંદા પાણીની સમસ્યા હલ કરવા ગ્રામજનોની માંગ

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Aug 2026, 11:54 PM 👁 93
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કાયમી નિકાલ અને યોગ્ય ગટર વ્યવસ્થાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રદેત્રોજ તાલુકાના દેત્રોજ ગામના ગાયત્રીપુરા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગાયત્રીપુરા વિસ્તારમાં ગ્રામ પંચાયતની બેદરકારી અને અપૂરતી ગટર વ્યવસ્થાના કારણે ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોને દુર્ગંધ, ગંદકી અને બીમારીઓના ભય વચ્ચે રહેવાની ફરજ પડી રહી છે. ગંદા પાણીના કારણે જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, વિકાસના નામે ચાલી રહેલા ગટરકામમાં યોગ્ય આયોજન અને ટેકનિકલ કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. કાગળ પર ગટરનું કામ બતાવવામાં આવતું હોવા છતાં સ્થળ પર યોગ્ય કામગીરી થતી ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
ગંદા પાણીનો કાયમી નિકાલ ન થવાના કારણે ગાયત્રીપુરા વિસ્તારમાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી ગંદા પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ગટરનું કામ યોગ્ય ટેકનિકલ ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, જો સમસ્યાનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો ગ્રામજનોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી શકે છે. તેવું આમ આદમી પાર્ટી દેત્રોજ તાલુકા દ્વારા જણાવવામાં આવેલ છે સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App