🔥 ट्रेंडिंग गंगा के कटाव से बिहार में 1 किमी जमीन... उज्जैन मस्जिद विवाद बढ़ा: प्रदर्शकों न... राजस्थान: श्रीडूंगरगढ़ में सर्वाधिक 62... उज्जैन में शाही मस्जिद के तोड़ने पर बव... @breaking news - 20 साल बाद बिछड़े बुज... जयपुर में कांग्रेस का ‘वोट चोरी’ विरोध...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંબઈના ભુલેશ્વરમાં ગણેશ પ્રતિમા ધરાશાયી થતા બે યુવકોના મોત, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ
स्थानीय

મુંબઈના ભુલેશ્વરમાં ગણેશ પ્રતિમા ધરાશાયી થતા બે યુવકોના મોત, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 अग. 2026, 10:28 AM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુલેશ્વરચા રાજાની ૨૨ ફૂટ ઊંચી પ્રતિમા પંડાલ પાસે પહોંચતા જ અચાનક તૂટી પડતા બે લોકોના મૃત્યુ થયા છે.

મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં ગણેશોત્સવના આગમન પર્વ દરમિયાન એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. ‘ભૂલેશ્વરચા રાજા’ તરીકે ઓળખાતી ૨૨ ફૂટ ઊંચી વિશાળ ગણેશ પ્રતિમા પંડાલથી માત્ર ૫૦ થી ૬૦ મીટર દૂર હતી, ત્યારે અચાનક સંતુલન બગડવાથી રસ્તા પર તૂટી પડી હતી.

આ ભયાનક અકસ્માતમાં સંકેત નેવશે અને બ્રિજેશ હેમંત જોશી નામના બે યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં ૫ વર્ષની માસૂમ બાળકી સહિત અન્ય ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં રસ્તા પર કોઈ ખાડો ન હોવાનું જણાયું છે, અને પ્રતિમાનું સંતુલન ગુમાવવું જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App