🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ખટોદરામાં બ્લીન્કીટના ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા, ગંદકી મળતા દંડ ફટકારાયો
Local

સુરતના ખટોદરામાં બ્લીન્કીટના ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા, ગંદકી મળતા દંડ ફટકારાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 07:04 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા બ્લીન્કીટના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને જીવાણુ મળી આવતા દંડ વસૂલ્યો છે.

રવિવારે પણ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા બ્લીન્કીટના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ગોડાઉનમાં રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને જીવાણુઓ જોવા મળ્યા હતા. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું જણાતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારી હતી અને નિયમોના ભંગ બદલ ૧૧,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
📲Get App