🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
“અમરેલી જિલ્લા પોલીસ”દ્રારા તા.૨૨-૦૮-૨૦૨૬ ના રોજ કુલ-૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “અમરેલી સુરક્ષા કવચ”એપ્લિકેશન અંગે સેમીનારનું આયોજન

“અમરેલી જિલ્લા પોલીસ”દ્રારા તા.૨૨-૦૮-૨૦૨૬ ના રોજ કુલ-૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “અમરેલી સુરક્ષા કવચ”એપ્લિકેશન અંગે સેમીનારનું આયોજન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 23 Aug 2026, 04:58 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“અમરેલી જિલ્લા પોલીસ”દ્રારા તા.૨૨-૦૮-૨૦૨૬ ના રોજ કુલ-૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “અમરેલી સુરક્ષા કવચ”એપ્લિકેશન અંગે સેમીનારનું આયોજન.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએની સૂચના અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા અને અન્ય જિલ્લા/બહારના રાજયમાંથી આવતા મજૂરો/કારિગરોની માહિતી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહે તે હેતુસર“અમરેલી સુરક્ષા કવચ”નામની ડિજિટલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે.
આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ અન્ય જિલ્લા/બહારના રાજયમાંથી કામ કરવા આવતા મજૂરો/કારીગરોની નોંધણી અને માહિતી ડિજિટલી સંકલિત કરવાનો છે. જેથી, સંભવિત ગુનાઓને અટકાવવામાં તેમજ કોઈ ગુનાહિત ઘટના બને તો ઝડપી તપાસમાં સહાય પ્રાપ્ત થાય.
“અમરેલી સુરક્ષા કવચ”એપ્લિકેશન અંગે તા.૨૨-૦૮-૨૦૨૬ ના રોજ અમરેલી શહેર પો.સ્ટે.ના ટ્રાફીક ચોકીની બાજુમા, સાવરકુંડલા ચોકડી, અમરેલી રૂરલ પો.સ્ટે.ના દહીડા, લાઠી પો.સ્ટે.ના શેખ પીપળીયા, લીલીયા પો.સ્ટે.ના ક્રાંકચ, દામનગર પો.સ્ટે.ના ધૃફણીયા, બગસરા પો.સ્ટે.ના હડાળા, વડીયા પો.સ્ટે.ના મોરવડા, સાવરકુંડલા ટા.પો.સ્ટે.ના જેસર રોડ, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના નેસડી, વંડા પો.સ્ટે.ના મેવાસા, ચલાલા પો.સ્ટે.ના ગોપાલગ્રામ, ધારી પો.સ્ટે.ના અમૃતપુર, ખાંભા પો.સ્ટે.ના ખડાધાર, રાજુલા પો.સ્ટે.ના બારપટોળી મોરી મીલ, પીપાવાવ પો.સ્ટે.ના રામપરા-૦૨, નાગેશ્રી પો.સ્ટે.ના ટીંબી, જાફરાબાદ ટા.પો.સ્ટે.ના કડીયાળી, જાફરાબાદ મરીન પો.સ્ટે.નાં બાબરકોટ, ડુંગર પો.સ્ટે.નાં દેવકા ગામે કુલ-૧૮૮૮ જેટલા મજૂર/કારીગરોને માર્ગદર્શન આપવામાં આવ્યુ તથા સ્થળ પર જ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. જેમાં નીચેની માહિતી ઓનલાઇન અપલોડ કરવામાં આવે છે.
માલીકની વિગતો અને ડોક્યુમેન્ટ્સ
મજૂરોની વિગતો જેવીકે આગાવ ક્યાં કામ કરતા હતા? કોના રેફરેન્સથી કામ કરવા આવ્યાં?
મૂળ વતન અને ત્યાંનું પોલીસ સ્ટેશન
મજુરના પરિવારની વિગતો અને તેના ડોક્યુમેન્ટ્સ
મજુરના ડોક્યુમેન્ટ્સ જેવાકે આધારકાર્ડ, વાહનની વિગત અને બેંકની વિગતો
મજુરનું હાલનું સરનામું અને ડોક્યુમેન્ટ્સ
હાલના મજુરના અને અગાવ કામ કરેલ મજુરની તમામ વિગતો
આ ઉપરાંત, અમરેલી જીલ્લા પોલીસ દ્વારા એપ્લીકેશનનું મહત્વ, સીસીટીવી કેમેરા લગાડવા અંગેનું મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. અમરેલી જીલ્લા પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે. જે જિલ્લાની જનતા, ખેડૂતો અને ઉદ્યોગકારોમાં વિશ્વાસ અને સલામતીની ભાવના વધુ મજબૂત બનાવશે. અમરેલી જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકો, ખેડૂત ભાઈઓ અને સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે, પોલીસ દ્વારા જયારે તેમનો સંપર્ક કરવામાં આવે ત્યારે, પોતાના વિસ્તારમાં કામ કરતા મજૂરો/કારીગરોની માહિતી એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.
📲Get App