🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ડ્રોન દ્વારા દવા છંટકાવનું ડેમો યોજાયું
Technology

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ડ્રોન દ્વારા દવા છંટકાવનું ડેમો યોજાયું

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 23 Aug 2026, 03:40 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આધુનિક કૃષિ ટેકનોલોજીનો ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી ડ્રોન દ્વારા ખેતી પાકોમાં દવા છંટકાવની કામગીરીનું પ્રાયોગિક ડેમો યોજવામાં આવ્યું હતું.યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ડેમો દરમિયાન ડ્રોન દ્વારા ખેતરમાં દવા છંટકાવની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરતી કંપની સાથે સંકલન કરીને ગોંડલ તથા આસપાસના વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરોમાં નજીવા દરે દવા છંટકાવની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ઓછા સમયમાં વધુ વિસ્તારના ખેતરમાં અસરકારક અને એકસરખી રીતે દવાનો છંટકાવ કરી શકાશે.પરંપરાગત પદ્ધતિની સરખામણીએ ડ્રોન દ્વારા દવા છંટકાવ થવાથી ખેડૂતોના સમય, શ્રમ અને ખર્ચમાં બચત થશે. તેમજ દવાનો યોગ્ય પ્રમાણમાં અને આયોજનબદ્ધ રીતે છંટકાવ થવાથી ખેતીની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનશે.ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ખેતીને વધુ સરળ, ઝડપી અને ખર્ચ અસરકારક બનાવવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. ડ્રોન દ્વારા દવા છંટકાવનું ડેમો નિહાળીને તેની કામગીરી, ઉપયોગિતા અને ખેડૂતોને મળનારા લાભ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.
📲Get App