🔥 TRENDING Dengue Fever Evolves: New Symptoms, Pa... जैथरा में आज होगा कंस वध मेले का आयोजन Gujarat Launches Homestay Initiative i... Black-Headed Caterpillars Threaten Coc... India's High Courts Define Scope of Co... BJP leader dies from electrocution aft...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે

સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 23 Aug 2026, 12:17 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા સમગ્ર ભાજપો પરિવાર દ્વારા ભવ્ય આયોજન

સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે

રાજુલા શહેર તથા તાલુકા ભાજપ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 26 ઓગસ્ટ 2026, બુધવારના રોજ સવારે 10:00 કલાકે સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાશે.

રાજુલા શહેર તથા તાલુકા ભાજપ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો તેમજ સમાજ શ્રેષ્ઠીઓને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમના આયોજકો દ્વારા જણાવાયું છે કે, પવિત્ર શ્રાવણ માસના આ ધાર્મિક પ્રસંગે સૌ સાથે મળીને સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી વિસ્તારના અવિરત વિકાસ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

કાર્યક્રમમાં રાજુલા શહેર ભાજપ પ્રમુખ વનરાજ વરુ અને રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ગુજરીયા સહિત ભાજપ પરિવારના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સ્થળ: સોમનાથ મહાદેવ મંદિર, રાજુલા
તારીખ: 26 ઓગસ્ટ 2026, બુધવાર
સમય: સવારે 10:00 કલાકે
📲Get App