🔥 TRENDING पूर्णियां जिला के मधुबनी थाना क्षेत्र... ସୋନିଆ ଗାନ୍ଧୀଙ୍କ ବହିକୁ ନେଇ ବଢ଼ିଲା ବିବାଦ... धुमरी पब्लिक स्कूल के उत्कर्ष शाक्य ने... Haryana Conducts Midnight Transfer of... Delhi's AQI Stays Above 400 Since Last... Tata Power Pursues Cost‑Linked Mundra...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોટાદના ખસ ગામે ખેતરની વાડમાં વીજ કરંટ લાગતા બે યુવાનોના મોત
Local

બોટાદના ખસ ગામે ખેતરની વાડમાં વીજ કરંટ લાગતા બે યુવાનોના મોત

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 23 Aug 2026, 05:12 PM 👁 75
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાણપુર તાલુકાના ખસ ગામે અંધારામાં ખેતરની વાડ સાથે જોડાયેલ 220V વીજ લાઇનના સંપર્કમાં આવતા બે યુવાનોએ જીવ ગુમાવ્યો.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં અંધારામાં ખેતરની વાડ સાથે જોડાયેલ 220V વીજ લાઇનના સંપર્કમાં આકસ્મિક રીતે આવી જતાં બે યુવાનોના વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બંને યુવાનો અંધારામાં ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ખેતરની વાડમાં વહેતા વીજ પ્રવાહના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ એટલો તીવ્ર હતો કે બંને યુવાનોને બચવાની કોઈ તક મળી ન હતી.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App