🔥 TRENDING ખેડા લવાલમાં 9 લોકોનું જૂથ યુવક પર લોહ... लूणकरणसर तहसील के सभी गांवों की सरपंच... The Economic Times releases Wealth Edi... Navy Chief Urges Skyroot to Build Indi... मीना से कचरा ना उठने की वजह से बना बाद... Kanak News Odisha Broadcasts Live Weat...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ અને તલોદમાં બોરવેલના કેબલ અને વીજતાર ચોરીના ૬ ગુનાનો પર્દાફાશ: ૭.૩૪ લાખના મુદ્દામાલ સાથે ૫ ઝડપાયા
Crime

પ્રાંતિજ અને તલોદમાં બોરવેલના કેબલ અને વીજતાર ચોરીના ૬ ગુનાનો પર્દાફાશ: ૭.૩૪ લાખના મુદ્દામાલ સાથે ૫ ઝડપાયા

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 05:50 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં સક્રિય ચોર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ઇકો કાર અને ચોરીના વાયર સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છ ગુના ઉકેલ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાંતિજ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો ઇકો ગાડીમાં બોરવેલના કેબલ અને યુજીવીસીએલના એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરી વેચાણ માટે ફરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઇકો ગાડી (GJ-09-BL-5889) ને અટકાવી તપાસ કરતા તેમાંથી ચોરીના કેબલ વાયર અને વીજતાર મળી આવ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ચોરીના ૬ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ તમામ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓ પાસેથી કુલ ૭,૩૪,૭૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં પોલીસે યુવરાજસિંહ ચૌહાણ, દિપકસિંહ ચૌહાણ, રજુસિંહ સોલંકી, અનિલસિંહ ચૌહાણ અને રણજીતસિંહ પરમારની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઇકો ગાડી, ૪ મોબાઈલ ફોન અને કોપર તથા એલ્યુમિનિયમના વાયરનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરીમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પઢેરીયા અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે.
📲Get App