🔥 TRENDING Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin... Violence erupts at Love College Fagwar... Bihar to Form Five New Police Subdivis... మావల: అండర్ పాస్ కింద దొంగిలించిన బైక్...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમેરિકા પ્રવાસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂજર્સીમાં ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરી
Politics

અમેરિકા પ્રવાસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂજર્સીમાં ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 03:26 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યૂજર્સી ખાતે આયોજિત 'ગરવી ગુજરાત ગ્લોબલ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ગુજરાતના વિકાસમાં પ્રવાસી ભારતીયોને સહભાગી બનવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન 'ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી' કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતી ડાયસ્પોરા સમક્ષ ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ શરૂ થયેલી વિકાસયાત્રાને કારણે આજે ગુજરાત દેશના 'ગ્રોથ એન્જિન' તરીકે સ્થાપિત થયું છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ પ્રસ્તુત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર વર્તમાન વિકાસને જ નહીં, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીતિલક્ષી આયોજન કર્યું છે. રાજ્ય સરકાર એવી રીતે કામ કરી રહી છે કે જેથી ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી શકે.

કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત ગુજરાતી તથા ભારતીય સમુદાયને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. તેમણે રાજ્યમાં રોકાણ કરવા અને ગુજરાતની આ વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદાર બનવા માટે સૌને આહવાન કર્યું હતું.
📲Get App