🔥 TRENDING शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,... Char Dham Yatra Resumes in Uttarakhand... Uttarakhand Launches 2026 STI Policy,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં મોડાસામાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન
Politics

ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં મોડાસામાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 09:14 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસાના ટાઉન હોલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોડાસાના ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ લઠ્ઠાકાંડની ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આ ઘટના માટે જવાબદાર તંત્ર અને વહીવટી નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
📲Get App