🔥 TRENDING Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin... Violence erupts at Love College Fagwar... Bihar to Form Five New Police Subdivis... మావల: అండర్ పాస్ కింద దొంగిలించిన బైక్...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: નરોડામાંથી ૨.૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Crime

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: નરોડામાંથી ૨.૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 12:00 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા પાટીયા વિસ્તારમાં દરોડો પાડીને ૧,૩૩૬ વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે નરોડા પાટીયા વિસ્તારમાં આવેલા શ્યામ સુંદર એસ્ટેટના એક શેડમાં મેગા દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસને ૧૮૦ એમ.એલ.ની ક્ષમતા ધરાવતી વિદેશી દારૂની ૧,૩૩૬ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત ૨.૧૫ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી કુબેરનગરના રહેવાસી ૩૨ વર્ષીય વિશાલ રાઠોડ નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસે દારૂ અને મોબાઈલ ફોન મળીને કુલ ૨,૨૦,૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરી છે.
📲Get App