🔥 TRENDING શાંતિ સંગીત હબ ૨ માં આગ લાગતા ભારે નુક... સુરત મહાનગરપાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભ... कांग्रेस पार्षदों ने उठाई आवाज, 1.65 क... Railway Manager Suffers Head Injury at... वृंदावन के कलाकारों ने अमन गुप्ता के न... ભુજ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ રૂ....
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની કડક કાર્યવાહી: બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે લાલ આંખ
Local

અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની કડક કાર્યવાહી: બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે લાલ આંખ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 10:28 AM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ રિવરફ્રન્ટ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેર પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ખાસ ડ્રાઈવનું આયોજન કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન ખાસ કરીને ગાડીઓના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવતા ચાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસની આ કામગીરીને પગલે રિવરફ્રન્ટ પર વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
📲Get App