🔥 TRENDING રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુ... Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાસણ ગીર ખાતે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ: પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ
Local

સાસણ ગીર ખાતે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ: પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ

✍️ Reporter: Samir Bhalodiya 🗓 23 Aug 2026, 06:42 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એશિયાટિક સિંહ માટે વિશ્વવિખ્યાત સાસણ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સાસણ તથા આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાસણ ખાતે નવા પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે. આ નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

એશિયાટિક સિંહ માટે વિશ્વવિખ્યાત સાસણ એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર છે, જ્યાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. સાસણ ખાતે પોલીસ સ્ટેશન શરૂ થવાથી હવે સ્થાનિક નાગરિકો તેમજ પ્રવાસીઓને પોલીસ સેવાઓ વધુ નજીકથી અને ઝડપી મળી શકશે. આ સુવિધાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા તેમજ કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, સાસણના સરપંચ, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાસણમાં પોલીસ સ્ટેશનની આ નવી સુવિધાથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનવાની સાથે પ્રવાસન ક્ષેત્રને પણ વધુ સુરક્ષિત વાતાવરણ મળશે.
📲Get App