Crime
સાબરકાંઠા: વડાલી પોલીસે ઘરફોડ ચોરીના ૭ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
Watch on:
▶️ YouTube
વડાલી પોલીસે બાતમીના આધારે લાંબા સમયથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને ધરોઈ ત્રણ રસ્તા પાસેથી દબોચી લીધો છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઘરફોડ ચોરીના સાત જેટલા ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસની ટીમે ધરોઈ ત્રણ રસ્તા પાસેથી આરોપી બાલીયાભાઈ મનસરીયાભાઈ નટને દબોચી લીધો હતો. આરોપી મૂળ અંબાજીના કુંભારીયા નટવાસનો રહેવાસી છે.
આરોપી સામે અગાઉ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. હાલ વડાલી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.