🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં ખાંડના ભાવ વધારા સામે કોંગ્રેસનો અનોખો વિરોધ: લોકોને પીરસી વગર ખાંડની ચા
Politics

જૂનાગઢમાં ખાંડના ભાવ વધારા સામે કોંગ્રેસનો અનોખો વિરોધ: લોકોને પીરસી વગર ખાંડની ચા

✍️ Reporter: Samir Bhalodiya 🗓 22 Aug 2026, 06:54 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં લોકોને વગર ખાંડની ચા પીરસીને સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાંડના ભાવમાં થયેલા વધારા સામે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમા રૂપારેલિયા અને શહેર પ્રમુખ મનોજ જોષીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈને લોકોને વગર ખાંડની ચા પીરસી હતી અને સરકારની નીતિઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારના સમયે ખાંડના ભાવમાં થયેલો વધારો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ સમાન છે. તહેવારો દરમિયાન મીઠાઈથી લઈને ચા સુધીની અનેક વસ્તુઓમાં ખાંડનો ઉપયોગ અનિવાર્ય હોવાથી આ ભાવવધારાની સીધી અસર લોકોના ઘરખર્ચ પર પડી રહી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ “તહેવારોમાં મીઠાશ જોઈએ, મોંઘવારી નહીં!” જેવા સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે માંગ કરી હતી કે ખાંડના ભાવમાં થયેલો વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવામાં આવે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App