🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શહેરાના કવાલી ગામમાં જિયો ટાવરની કામગીરી બાદ બીજા જ દિવસે સેવા ખોરવાઈ
Local

શહેરાના કવાલી ગામમાં જિયો ટાવરની કામગીરી બાદ બીજા જ દિવસે સેવા ખોરવાઈ

✍️ Reporter: જસવંત ભાઇ ન્યુઝ 24 🗓 22 Aug 2026, 08:10 AM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામમાં જિયો ટાવર રિપેરિંગ માટે આવ્યા બાદ બીજા જ દિવસે નેટવર્ક બંધ થઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામમાં આવેલ જિયો કંપનીના ટાવરમાં ટેકનિકલ ખામી સર્જાતા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓ દ્વારા ટાવરનું સમારકામ કરવામાં આવ્યું હતું.

જોકે, રિપેરિંગ કામગીરી પૂર્ણ થયાના બીજા જ દિવસે ટાવરની સેવાઓ ફરી બંધ થઈ ગઈ છે. ટાવર બંધ થઈ જવાથી ગામના ગ્રાહકોને નેટવર્ક અને ઈન્ટરનેટની સુવિધા મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વારંવાર ખોરવાતી આ સેવાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દ્વારા આ બાબતે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.
📲Get App