🔥 TRENDING Herald Goa adopts tagline “Preserving... National CVD Summit 2026 Ends in Goa,... Sawant Blames Congress for Attacking E... India Office Leasing Surges to 54.4 M ... Russia Endorses India's Bid for Perman... Nagaland Dear Lottery Results Released...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પનું આયોજન
Local

હિંમતનગરમાં પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પનું આયોજન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 09:18 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ પૂર્વે હિંમતનગરમાં સદવિચાર પરિવાર અને કે.ડી. હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તથા દીવ-દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ પૂર્વે હિંમતનગર ખાતે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર સદવિચાર પરિવાર અને અમદાવાદની કે.ડી. હોસ્પિટલના તબીબોના સહયોગથી આજે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.

આ સેવાભાવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આયોજકો તથા તબીબોની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પનો લાભ લઈ રહેલા નાગરિકો સાથે આત્મીય મુલાકાત પણ કરવામાં આવી હતી.

સ્વસ્થ સમાજ અને નિરોગી જીવનના નિર્માણ માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ અત્યંત મહત્વની અને પ્રેરણાદાયી સાબિત થાય છે. મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
📲Get App