🔥 TRENDING Bengaluru Police Nab Kingpin of Inters... Ludhiana Aunt Arrested After 4-Month-O... Chor નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિય... Pope Calls on French Religious Leaders... Shillong Teer Results Released: Winnin...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતપુર પાટિયા નજીક ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત: પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત
Local

હિંમતપુર પાટિયા નજીક ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત: પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 04:12 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર ડમ્પર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે.

ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર હિંમતપુર પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં બેફામ ગતિએ દોડી રહેલા એક ડમ્પરે એસટી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના સમયે એસટી બસમાં અંદાજે ૨૫ જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં કુલ પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે, એસટી બસના ચાલકની સમયસૂચકતા અને સૂઝબૂઝને કારણે મોટી જાનહાની ટળી હતી. ચાલકના સાહસને કારણે બસમાં સવાર અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
📲Get App