🔥 TRENDING Uttarakhand Launches 2026 STI Policy,... Delhi Minister Parvesh Verma Addresses... Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin... Violence erupts at Love College Fagwar...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણામાં પોલીસની મોટી કાર્યવાહી: ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા
Crime

મહેસાણામાં પોલીસની મોટી કાર્યવાહી: ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 04:04 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ મહેસાણા પોલીસ એક્શન મોડમાં આવી છે. ડ્રોન કેમેરાની મદદથી અવાવરૂ જગ્યાઓ અને નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીઓ શોધીને પોલીસે કાર્યવાહી કરી છે.

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં સતર્કતાના ભાગરૂપે મહેસાણા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને અવાવરૂ જગ્યાઓ અને નદી કિનારાના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની આ આક્રમક કાર્યવાહીમાં માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ૧૩ પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પર જ ૨૩,૬૦૦ લીટર જેટલો દારૂ બનાવવાનો આથો નાશ કર્યો હતો.

આ ઉપરાંત, પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનો સહિત કુલ ૭.૬૨ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App