🔥 ट्रेंडिंग फरीदाबाद में शराब के आहते और गोदाम में... હિંમતનગર: લગ્નના 4 મહિનામાં પત્નીના શં... सुप्रीम कोर्ट ने बिहार‑झारखंड के पात्र... झारखंड हाई कोर्ट ने राज्य को मानवाधिका... झारखंड सरकार ने दुर्गा पूजा के लिए कड़... ਸਾਡੇ ਵਿਰਸੇ ਦੀ ਸਪਾਟੇ ਡੰਡ ਕੱਢਣ ਦੀ ਪ੍ਰਕਿਰ...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાલાસિનોર-સેવાલિયા હાઇવે પર મસમોટા ખાડા: વાહનચાલકો પરેશાન
स्थानीय

બાલાસિનોર-સેવાલિયા હાઇવે પર મસમોટા ખાડા: વાહનચાલકો પરેશાન

✍️ रिपोर्टर: ધાર્મિક બાબુભાઈ પ્રજાપતિ 🗓 22 अग. 2026, 05:58 PM 👁 48
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાલાસિનોરથી સેવાલિયા તરફ જતા માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

બાલાસિનોરથી સેવાલિયા તરફ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે અહીંથી પસાર થતા હજારો નાના-મોટા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા અનુસાર, રસ્તા પરના ખાડા એટલા ઊંડા છે કે વાહન અચાનક ખાડામાં પછડાતા મુસાફરોને કમરના દુખાવા જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, પરંતુ રસ્તાની જર્જરિત હાલતને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે.

તંત્ર દ્વારા આ રસ્તાના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાહનચાલકોએ વહેલી તકે રસ્તો મરામત કરી સુગમ અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવા માટે તંત્રને વિનંતી કરી છે.
📲Get App