🔥 ट्रेंडिंग किशनगढ़ में पुलिस की बड़ी कार्रवाई: मो... મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ: રાજસ્થાનથી મંગાવેલો ૧૩.૬૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
अपराध

જૂનાગઢ: રાજસ્થાનથી મંગાવેલો ૧૩.૬૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 22 अग. 2026, 12:52 PM 👁 58
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પાદરીયા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, મુખ્ય આરોપી સાગર ઉર્ફે કાંચો ફરાર.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં રાજસ્થાનથી મંગાવવામાં આવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે પાદરીયા ગામ નજીક આવેલી એક ગૌશાળાની વાડી વિસ્તારમાં તપાસ કરતા શંકાસ્પદ ફોરવ્હીલ વાહન મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસે વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ ૧૩,૬૬,૦૪૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારના લીસ્ટેડ બુટલેગર સાગર ઉર્ફે કાંચા પ્રવિણભાઈ સોલંકી દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ મુખ્ય આરોપી સાગર ઉર્ફે કાંચો હાલ ફરાર છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
📲Get App