🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પંચમહાલ રેન્જ ડી.આઈ.જી સુશ્રી વિધિ ચૌધરી દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન * લુણાવાડા ખાતે વિવિધ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 22 Aug 2026, 03:00 PM 👁 134
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિલા પોલીસ સ્ટેશનમાં ફીડિંગ રૂમ અને ઘોડિયાઘર સહિતની સુવિધાઓ, નવીન 'વાંસીયા ચોકી', ઐતિહાસિક રાઈફલ હાઉસમાં ટ્રાફિક શાખા અને 'દૂધ વેચાણ કેન્દ્ર' ખુલ્લા મુકાયા **

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સુશ્રી વિધિ ચૌધરી દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન લુણાવાડા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસનના સીધા માર્ગદર્શન હેઠળ તેમની ટીમ તેમજ જિલ્લાના દાતાઓ અને પ્રજાજનોના સહયોગથી તૈયાર કરાયેલા વિવિધ નવનિર્મિત પ્રકલ્પો અને રિનોવેટ કરાયેલી કચેરીઓનું ડી.આઈ.જી.શ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહ અંતર્ગત લુણાવાડા ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા નવીન 'વાંસીયા ચોકી'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ મહિલાઓ અને બાળકોની સંવેદનશીલતા તથા સુવિધાને અગ્રતા આપીને રિનોવેટ કરાયેલા જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ મહિલા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે 'ફીડિંગ રૂમ' તેમજ ઘોડિયાઘર જેવી આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, રાજવી સમયની ઐતિહાસિક ધરોહર સમાન રાઈફલ હાઉસની ઈમારતનું રિનોવેશન કરી તૈયાર કરવામાં આવેલી જિલ્લા ટ્રાફિક શાખાની નવી કચેરી તથા પોલીસ પરિવારોના કલ્યાણ અર્થે પોલીસ વેલ્ફેર સંચાલિત 'દૂધ વેચાણ કેન્દ્ર' પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ ઉપરાંત ડી.આઈ.જી સુશ્રી વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષકશ્રી સફીન હસનના હસ્તે દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક સુશ્રી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસનના નેતૃત્વમાં મહીસાગર પોલીસ દ્વારા ઊભી કરવામાં આવેલી આ આધુનિક અને સુવિધાયુક્ત વ્યવસ્થાઓથી પોલીસ પ્રશાસનની કામગીરી વધુ સુદૃઢ બનશે. આ સુવિધાઓ થકી પોલીસ વિભાગ પ્રજાલક્ષી કાર્યો અને સેવાઓ વધુ લોકાભિમુખ તથા અસરકારક રીતે પૂરી પાડશે તેવી પૂર્ણ આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ લોકાર્પણ સમારોહમાં મહારાજા શ્રી સિદ્ધરાજસિંહજી, લુણાવાડા નગરપાલિકા પ્રમુખશ્રી કીર્તિ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, અગ્રણી દાતાશ્રીઓ, નગરજનો તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.... રિપોર્ટર. અરવિંદભાઈ પટેલ. કોઠંબા. લુણાવાડા
📲Get App