🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો

અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 22 Aug 2026, 09:26 AM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો



રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા વન મહોત્સવમાં વૃક્ષ ઉછેર કરનારા લાભાર્થીઓનું સન્માન



એક પેડ મા કે નામ’ અભિયાનની સાથે દરેક વ્યક્તિ પોતાના નામે પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરે : રાજ્યમંત્રીશ્રી

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષ રથને લીલી ઝંડી દર્શાવી જિલ્લામાં પ્રસ્થાન કરાવ્યું

અમરેલી જિલ્લામાં ૧૧ કવચ વનનું નિર્માણ થયું વધુ ૦૮ નવા કવચ વન તૈયાર થશે

મહાનુભાવોના હસ્તે કેમ્પસ પરિસમાં વૃક્ષારોપણ કરવમાં આવ્યું, ૧૬૦ પ્રજાતિના વૃક્ષોના બીજ મેળાની પ્રદર્શની યોજાઈ

અમરેલી, તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ શાંતા બહેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસમાં યોજાયો હતો. સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા અને અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને મહાનુભાવોએ પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં વન મહોત્સવની શરૂઆત કરી હતી. તેના અનુસંધાને આજે આપણે ૭૭મો વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ આવા કાર્યક્રમોમાં જનભાગીદારી જોડાય ત્યારે જ તે સાચા અર્થમાં સફળ બને છે. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર અધિકારીઓ કે સરકાર દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે એટલું પૂરતું નથી. દરેક નાગરિકે પોતાના જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજવું અને વૃક્ષારોપણ કરીને તેના ઉછેરની જવાબદારી નિભાવવી જોઈએ.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકોને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તેમણે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ માતાના નામે વૃક્ષો વાવીએ તેની સાથે દરેક વ્યક્તિએ પોતાના નામે પણ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. પોતાના ગામ, વાડી કે ગામના ગોંદર જેવા યોગ્ય સ્થળોએ આ વૃક્ષો વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ.

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વન કવચના નિર્માણ માટે વન વિભાગ દ્વારા વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના વનમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં અમરેલી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ વન કવચ નિર્માણની કામગીરી ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ જેટલા વન કવચનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ મોટા પ્રમાણમાં વન કવચનું નિર્માણ કરવામાં આવશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૮ હેક્ટર વિસ્તારમાં વધુ ૮ નવા વન કવચનું નિર્માણ કરવામાં આવનાર છે.

અંતમાં રાજ્યમંત્રીશ્રીએ પર્યાવરણ જતનની દિશામાં અમરેલી જિલ્લાને વધુ હરિયાળો અને સમૃદ્ધ બનાવવા માટે સૌને વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતનનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જન્મથી મરણ સુધી વૃક્ષની લાકડા સ્વરૂપે ઉપયોગિતાની માહિતી આપી હતી. તેમણે કોરોનાકાળમાં ઓક્સીજનની અછત અને વૃક્ષોના મહત્ત્વ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. તેમણે વૃક્ષોની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી. અમરેલી જિલ્લામાં વન કવચની કામગીરી અને તેના થકી પર્યવારણ સાથે પ્રવાસનના વિકાસની બેવડી ફળશ્રુતિને બિરદાવતા તેમણે વનવિભાગના અધિકારીશ્રીઓ અભિનનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે નાયબ વનસંરક્ષકશ્રી અમરેલી ડી.એસ. ભારાઈએ સામાજિક વનીકરણ વિભાગનો પ્રગતિ અહેવાલ જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા ૭૭મો વન મહોત્સવ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાશે. જિલ્લામાં વર્ષ દરમિયાન ૧૬ નર્સરીમાં ઉછરેલા ૧૫ લાખ રોપા વિતરણ માટે ઉપલબ્ધ છે. દરમિયાન વાર્ષિક લક્ષ્યાંક મુજબ અમરેલી વિભાગ અંતર્ગત આવતા વિસ્તારોમાં આશરે ૪૩૦ હેક્ટર વિસ્તારમાં લાભાર્થીઓની જગ્યાઓમાં અને સરકારી જગ્યાઓમાં ૨ લાખ રોપાનું વાવેતર કરવાનો લક્ષ્યાંક છે.

આ પ્રસંગે શાંતાબહેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસમાં ડી.એલ.એસ.એસ. યોજના હેઠળના વિવિધ રમતના ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેમ્પસના વિદ્યાર્થીઓએ વૃક્ષો ન કાપવા અંગે જાગૃતિ દર્શાવતી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. પોતાના ખેતરમાં વૃક્ષો વાવી અને તેનું સફળતાપૂર્વક ઉછેર કરનાર વિવિધ તાલુકાના લાભાર્થીઓને મહાનુવભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વૃક્ષ રથને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વૃક્ષ રથ નિશુલ્ક રોપા વિતરણ કરશે અને સમગ્ર જિલ્લામાં પરિભ્રમણ કરશે. મહાનુભાવોએ બીજ મેળાની પ્રદર્શની નિહાળી હતી અને કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંયાતના સભ્યો, વરિષ્ઠ વન અધિકારીશ્રી ડૉ. રામ મોહન, એસીએફ ધારીશ્રી, એસીએફશ્રી ડૉ. રાજન જાદવ, અગ્રણી સર્વશ્રી નિકુલભાઈ માંડણકા, કિશોરભાઈ કાનપરિયા,શ્રી મનસુખભાઈ, શ્રી દિનેશભાઈ ભુવા, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી, ટ્રસ્ટીશ્રી સી.પી. ગોંડલિયા સહિતના અગ્રણીઓ, વનવિભાગના અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App