🔥 TRENDING ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ... जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે નવા નીરના વધામણા

અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે નવા નીરના વધામણા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 22 Aug 2026, 09:40 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે નવા નીરના વધામણા

રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણા કરાયા

અમરેલી, તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ગામના જળાશયોમાં નવા નીરની આવક થતાં ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જળાશય ખાતે નવા નીરનું પૂજન કરી વધામણા કર્યા હતા. નવા નીરના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદથી જળસ્રોતો પુનઃજીવિત થતાં આગામી સમયમાં સિંચાઈ તેમજ પશુપાલન સહિતની પ્રવૃત્તિઓને પણ લાભ થવાની આશા સેવાઈ રહી છે.

વરસાદી પાણીનો દરેક ટીપો અમૂલ્ય છે. જળસંચયના માધ્યમથી વરસાદી પાણીને વધુમાં વધુ સંગ્રહિત કરી તેનો યોગ્ય ઉપયોગ કરવો એ સૌની જવાબદારી છે. ગામડાંઓમાં આવેલા તળાવો, ચેકડેમ અને અન્ય જળસંચયના સ્થળોમાં નવા નીરની આવક થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થાય છે.

વરૂડી ખાતે નવા નીરના વધામણાના આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, ખેડૂતો તથા સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App