🔥 TRENDING Delhi Minister Parvesh Verma Addresses... Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin... Violence erupts at Love College Fagwar... Bihar to Form Five New Police Subdivis...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયોર્ક મુલાકાત: ઉબર સાથે ગુજરાતમાં પરિવહન સુવિધાઓના વિસ્તરણ અંગે ચર્ચા
Business

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયોર્ક મુલાકાત: ઉબર સાથે ગુજરાતમાં પરિવહન સુવિધાઓના વિસ્તરણ અંગે ચર્ચા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 06:22 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યૂયોર્કમાં ઉબરના ચીફ બિઝનેસ ઓફિસર સાથે બેઠક કરી ગુજરાતના ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં કનેક્ટિવિટી વધારવા અંગે ચર્ચા કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની ન્યૂયોર્ક મુલાકાત દરમિયાન વિશ્વની અગ્રણી અમેરિકન મલ્ટિનેશનલ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી કંપની ઉબરના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી મધુ કન્નન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં પરિવહન ક્ષેત્રે નવી તકો અને ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં શ્રી કન્નને ગુજરાતના ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં ઉબરના વિસ્તરણ બાબતે ઊંડો રસ દર્શાવ્યો હતો. આ પહેલથી રાજ્યના નાના અને મધ્યમ કદના શહેરોમાં પરિવહન અને કનેક્ટિવિટીની સુવિધાઓ વધુ મજબૂત બનવાની અને નાગરિકોને આધુનિક પરિવહન વ્યવસ્થાનો લાભ મળવાની સંભાવના છે.

આ ઉપરાંત, ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતની ઇવેન્ટ્સ માટે પણ ઉબરે ભાગીદારીની સંભાવનાઓ અંગે રસ દાખવ્યો હતો. આ પ્રકારના સંભવિત સહયોગથી ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે સુગમ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં નવી તકો સર્જાઈ શકે છે.
📲Get App