🔥 ट्रेंडिंग कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए... ईपीई पर बस का ट्रक से टकराव, ड्राइवर घ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં વિરોધ: ગૃહમંત્રીના રાજીનામાની માંગ
राजनीति

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં વિરોધ: ગૃહમંત્રીના રાજીનામાની માંગ

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 21 अग. 2026, 01:32 PM 👁 35
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડને લઈને જૂનાગઢમાં પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે જૂનાગઢ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા તેમણે રાજ્ય સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજુભાઈ બોરખતરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે, જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

જૂનાગઢ કાર્યાલય ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેમણે સરકાર અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ તેમણે માંગ કરી હતી કે, આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
📲Get App