🔥 TRENDING Madhya Pradesh CM Mohan Yadav Launches... Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમાં બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે કરી બેઠક, ગિફ્ટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ
Business

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમાં બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે કરી બેઠક, ગિફ્ટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 06:58 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્ક ખાતે બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સમારા કોહેન સાથે મુલાકાત કરી ગુજરાતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યુયોર્ક ખાતે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલોપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન સુશ્રી સમારા કોહેને બ્લેકરોક કંપનીની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ન્યૂયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી અને 1998માં સ્થપાયેલી આ કંપની 100થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડે છે. તેઓ એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બની શકે છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ગિફ્ટ સિટી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે એક આંતરરાષ્ટ્રીય ફિનટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ છે. આ તકે તેમણે બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં તેમની સેવાઓના ઝડપી વિસ્તરણ માટે અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે વિશેષ આમંત્રણ પાઠવ્યું હતું.
📲Get App