🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પીડિતોની મુલાકાત લીધી, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
Politics

ભાવનગર લઠ્ઠાકાંડ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પીડિતોની મુલાકાત લીધી, ગૃહમંત્રીના રાજીનામાની માંગ

✍️ Reporter: Hardik Shukla 🗓 21 Aug 2026, 07:02 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ભાવનગર પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.

આ મુલાકાત દરમિયાન મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં દારૂના ગેરકાયદે ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં નશાના ગેરકાયદે કારોબારને રાજકીય અને વહીવટી રક્ષણ મળી રહ્યું છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની તેમજ તમામ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
📲Get App