🔥 TRENDING Amrit Bharat Station Scheme: 75 Statio... Bengaluru Police Nab Kingpin of Inters... Ludhiana Aunt Arrested After 4-Month-O... Chor નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિય... Pope Calls on French Religious Leaders...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપાયું, એકની ધરપકડ
Crime

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપાયું, એકની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Aug 2026, 05:08 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નિકોલ વિસ્તારમાં બ્રાન્ડેડ બોટલોમાં હાનિકારક કેમિકલ ભરીને નકલી દારૂ બનાવવાનું મોટું નેટવર્ક પોલીસે પકડી પાડ્યું છે.

ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ હવે અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂનો કાળો કારોબાર સામે આવ્યો છે. નિકોલ પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડીને ડુપ્લિકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ઝડપી લીધું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં હાનિકારક કેમિકલ ભરીને તેને અસલી દારૂ તરીકે વેચતા હતા. આ રીતે લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ગંભીર ચેડાં કરવામાં આવતા હતા.

નિકોલ પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને સ્થળ પરથી મોટી માત્રામાં હાનિકારક કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
📲Get App