🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: નર્સિંગની વિદ્યાર્થિનીનું મોત
Local

કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: નર્સિંગની વિદ્યાર્થિનીનું મોત

✍️ Reporter: Sudip Gadhiya 🗓 21 Aug 2026, 12:58 PM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ-સોંદરડા રોડ પર સોમનાથ-દહેગામ રૂટની એસટી બસ સાથે બાઈક અથડાતા ૧૯ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ થયું છે.

કેશોદમાં સોમનાથ-દહેગામ રૂટની એસટી બસ અને એક્ટિવા બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેશોદથી સોંદરડા જતા રોડ પર બનેલી આ ઘટનામાં બાઈક ચાલક યુવતીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. અકસ્માત બાદ સ્થાનિકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

મૃતક યુવતીની ઓળખ ૧૯ વર્ષીય કુજલબેન વિક્રમસિંહ ગાંગણા તરીકે થઈ છે. કુજલબેન કેશોદના કૃષ્ણનગરમાં પરિવાર સાથે રહેતા હતા અને નર્સિંગનો અભ્યાસ કરતા હતા. તેઓ પોતાના વતન પાણખાણ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તેમના પિતા માંગરોળ મરીન કમાન્ડોમાં ફરજ બજાવે છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવતીના પરિવારને જાણ કરી હતી. યુવતીના અકાળે અવસાનથી પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
📲Get App