🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇડરના બારેલા તળાવ પાસે જુગાર રમતા ૫ ઝડપાયા: ૧૩,૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
Crime

ઇડરના બારેલા તળાવ પાસે જુગાર રમતા ૫ ઝડપાયા: ૧૩,૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Aug 2026, 09:08 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇડર પોલીસને બાતમી મળી હતી કે બારેલા તળાવ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા વડે ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે ઇડર પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને કેટલાક ઇસમો ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને પાંચ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ ૧૩,૮૨૦ રૂપિયાની રોકડ રકમ અને ગંજીપાના કબજે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક આરોપી પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં પપ્પુજી વણજારા, રોહિતકુમાર મારવાડી, અરજુનભાઇ ગવારીયા, રવિભાઈ વણજારા અને અલ્પેશભાઇ ભીલનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસી ગયેલા આરોપી રાજુભાઈ બાબુભાઈ ભગોરાને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App