🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ: પ્રવીણભાઈ ચાવડા પ્રમુખ તરીકે નિયુક્ત
Health

થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ: પ્રવીણભાઈ ચાવડા પ્રમુખ તરીકે નિયુક્ત

✍️ Reporter: Samir Bhalodiya 🗓 21 Aug 2026, 12:58 PM 👁 98
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી જન આરોગ્ય સમિતિની બેઠકમાં પ્રવીણભાઈ ચાવડાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પ્રવીણભાઈ ચાવડાની જન આરોગ્ય સમિતિના પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. આશિષ સામળાએ સમિતિના સભ્યોને કેન્દ્ર તેમજ તેના હેઠળ આવતા પેટા આરોગ્ય કેન્દ્રોના સંચાલન અને કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, કેન્દ્ર ખાતે દર્દીઓને પૂરી પાડવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ અને ઉપલબ્ધ સુવિધાઓથી પણ સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન ડો. આશિષ સામળાએ કેન્દ્ર માટે એક ફ્રિઝની જરૂરિયાત હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ અંગે નવા નિયુક્ત થયેલા સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચાવડાએ કેન્દ્રની જરૂરિયાતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ફ્રિઝ ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય કેન્દ્રની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અને દર્દીઓને ભવિષ્યમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
📲Get App