🔥 TRENDING ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ... जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વિદેશી નાગરિકનો હોબાળો, સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ મોત
Crime

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વિદેશી નાગરિકનો હોબાળો, સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ મોત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 11:16 AM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં વિદેશી શખ્સે મુસાફરો સાથે મારામારી કરી હતી, ત્યારબાદ સુરત સ્ટેશન પર પોલીસ કસ્ટડીમાં તેનું મોત નીપજ્યું છે.

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં એક વિદેશી નાગરિકે મુસાફરો સાથે મારામારી કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તેણે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને મુસાફરો પર સ્પ્રે કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંદાજે 15 થી 20 GRP અને RPFના જવાનોએ ભારે જહેમત બાદ વિદેશી નાગરિકને કાબૂમાં લીધો હતો અને તેને સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો.

બેભાન અવસ્થામાં તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ 45 વર્ષીય વિદેશી નાગરિકને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી હાલ કોઈ ઓળખના દસ્તાવેજો મળી આવ્યા નથી.

રેલવે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિદેશી નાગરિકની ઓળખ મેળવવા અને તેના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
📲Get App