🔥 TRENDING Indore's Cleanliness Ranking Drop Spar... ಮುಂಬರುವ ಪಂಚಾಯತ್ ಚುನಾವಣೆಗಳಿಗೆ KRS ಪಕ್ಷ... बारिश से रानडाइक की फसल की बिक्री में... Jammu Warehouse Traders Cancel Planned... Fire razes about 20 homes in Parsi Par... MP Cabinet to Review Malwa Industrial...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમાં બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે કરી બેઠક
Business

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમાં બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે કરી બેઠક

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 21 Aug 2026, 06:48 PM 👁 107
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્ક ખાતે બ્લેકરોકના ગ્લોબલ હેડ સમારા કોહેન સાથે મુલાકાત કરી ગુજરાતના ગિફ્ટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યુયોર્ક ખાતે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલોપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન સુશ્રી સમારા કોહેને જણાવ્યું હતું કે, ન્યૂયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી અને ૧૯૯૮માં સ્થપાયેલી બ્લેકરોક કંપની ૧૦૦થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડે છે. તેમણે એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં કંપની ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બની શકે છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ગિફ્ટ સિટી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિનટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ છે. મુખ્યમંત્રીશ્રીએ બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં પોતાની સેવાઓના ઝડપી વિસ્તરણ માટે અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે વિશેષ આમંત્રણ પાઠવ્યું હતું.
📲Get App