🔥 TRENDING અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ: બપ... ರಸ್ತೆ ಕಾಮಗಾರಿಗೆ ಅನುದಾನ ನೀಡಲು ಮನವಿ মহিলাদল থেকে গেওখালি যাওয়ার রাস্তা সা... રાજુલા આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે ‘... Mahanadi Flood Alert: Mundali Barrage... Odisha Assembly Adjourned Twice as BJD...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીરગઢડાના ધોકડવા ગામમાં કૂવામાં ખાબકતા સિંહનું કરુણ મોત
Local

ગીરગઢડાના ધોકડવા ગામમાં કૂવામાં ખાબકતા સિંહનું કરુણ મોત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 05:50 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથના ગીરગઢડામાં એક સિંહ અંદાજે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં વનરાજના મોતની એક કરુણ ઘટના સામે આવી છે. ધોકડવા ગામની એક વાડીમાં આવેલ કૂવા પર લગાવેલી સુરક્ષા નેટ અચાનક તૂટી જતાં સિંહ સીધો કૂવામાં ખાબક્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૂવો અંદાજે 60 ફૂટ જેટલો ઊંડો હતો. કૂવામાં પાણી હોવાને કારણે અને ઊંડાઈ વધુ હોવાથી સિંહ બહાર નીકળી શક્યો ન હતો, જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App