🔥 ट्रेंडिंग ચૂંટણી પંચમાં વોટ ચોરી અને અનિયમિતતાઓ... হলদিয়া নন্দীগ্রাম ওয়াটার মেট্রো চালু हिमाचल प्रदेश विश्वविद्यालय के शिक्षको... उत्तराखंड में चार धाम यात्रा के दौरान... कन्नायूर और रोहतांग पर बर्फबारी, उत्तर... उत्तरी प्रदेश में 370 छात्रों के नकली...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોલીસ કર્મચારીઓના સમર્થનમાં જિજ્ઞેશ મેવાણીનું નિવેદન, હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ
राजनीति

પોલીસ કર્મચારીઓના સમર્થનમાં જિજ્ઞેશ મેવાણીનું નિવેદન, હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ

✍️ रिपोर्टर: Alpeshkumar Rathod 🗓 21 अग. 2026, 11:44 PM 👁 56
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ રાજ્યના પોલીસ કર્મચારીઓને રસ્તા પર ઉતરી વિરોધ કરવા આહવાન કર્યું છે અને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીનું એક નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં તેમણે ગુજરાતના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ જેવા પોલીસ કર્મચારીઓને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા માટે આહવાન કર્યું છે.

મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પોલીસ કર્મચારીઓની સાથે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર પોલીસના નાના કર્મચારીઓ જ કેમ ભોગ બને છે? આ પરિસ્થિતિ માટે તેમણે જવાબદારી નક્કી કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી છે.

પોલીસ કર્મચારીઓના હિતમાં કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મેવાણીએ પોલીસ કર્મચારીઓને સમર્થન આપવાની ખાતરી આપતા આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App