🔥 ट्रेंडिंग அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
राजनीति

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 21 अग. 2026, 01:18 PM 👁 47
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં ઝેરી દારૂના કારણે 9 લોકોના મોતની ઘટના બાદ જૂનાગઢ કોંગ્રેસે સરકાર સામે ધરણા યોજી આક્રોશ વ્યક્ત કર્યો છે.

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોતની દુઃખદ ઘટનાના વિરોધમાં આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ રાજ્ય સરકારની નીતિઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની તમામ સીમાઓ પર ચુસ્ત બંદોબસ્ત હોવાના દાવા છતાં રાજ્યના દરેક જિલ્લામાં ગેરકાયદેસર દારૂ પહોંચી રહ્યો છે. આ દારૂ કોની મીઠી નજર હેઠળ રાજ્યમાં પ્રવેશે છે તે અંગે કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. નિર્દોષ લોકોના જીવ ગયા હોવાથી આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે માહોલ વધુ ગરમાયો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે, “લોકશાહીમાં અવાજને દબાવી શકાય છે, પરંતુ જનતાના પ્રશ્નોને દબાવી શકાશે નહીં.”

અંતમાં કોંગ્રેસે માંગ કરી હતી કે લઠ્ઠાકાંડ માટે જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના નેટવર્કને તાત્કાલિક નેસ્તનાબૂદ કરવામાં આવે.
📲Get App