🔥 TRENDING ચૂંટણી પંચમાં વોટ ચોરી અને અનિયમિતતાઓ... হলদিয়া নন্দীগ্রাম ওয়াটার মেট্রো চালু Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઠાસરા વિધાનસભામાં ૧૨૭ કરોડના ખર્ચે ૩૧ કિમી લાંબા માર્ગોનું નિર્માણ થશે
Local

ઠાસરા વિધાનસભામાં ૧૨૭ કરોડના ખર્ચે ૩૧ કિમી લાંબા માર્ગોનું નિર્માણ થશે

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 21 Aug 2026, 06:28 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઠાસરા મતવિસ્તારમાં બે મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે ૧૨૭ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

ઠાસરા વિધાનસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મતવિસ્તારમાં માર્ગ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિક પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ડાકોર–લાડવેલ રોડ પર ૧૨.૦૦ કિમી અને નડિયાદ–ડાકોર–પાલી રોડ પર ૧૯.૦૦ કિમીના માર્ગનું નિર્માણ કરવામાં આવશે. આમ, કુલ ૩૧.૦૦ કિમી લંબાઈના આ માર્ગો માટે સરકાર દ્વારા ૧૨૭ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

આ માર્ગ વિકાસકાર્યો પૂર્ણ થવાથી વિસ્તારના નાગરિકોને વધુ સુવિધાયુક્ત, સુરક્ષિત અને સુગમ પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે. આ નિર્ણય બદલ સ્થાનિક સ્તરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ કામગીરીથી ઠાસરા વિધાનસભાના વિકાસને નવી ગતિ મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
📲Get App