🔥 TRENDING Char Dham Yatra Resumes in Uttarakhand... Uttarakhand Launches 2026 STI Policy,... Delhi Minister Parvesh Verma Addresses... Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade... Former ED Deputy Director Niranjan Sin...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: નારોલ પોલીસે એટીએમ ફ્રોડથી બચવા માટે આરોપીઓ પાસે કરાવ્યો લાઈવ ડેમો
Local

અમદાવાદ: નારોલ પોલીસે એટીએમ ફ્રોડથી બચવા માટે આરોપીઓ પાસે કરાવ્યો લાઈવ ડેમો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 01:32 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન દ્વારા એટીએમમાં કાર્ડ બદલીને થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવવા માટે આરોપીઓ પાસે લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન દ્વારા એટીએમમાં નાગરિકોનું કાર્ડ બદલીને થતી છેતરપિંડીના કિસ્સાઓને રોકવા માટે એક વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોલીસે પકડાયેલા આરોપીઓ પાસે એટીએમમાં કેવી રીતે છેતરપિંડી આચરવામાં આવે છે તેનો લાઈવ ડેમો રજૂ કરાવ્યો હતો.

પોલીસે આ ડેમો દ્વારા સમજાવ્યું હતું કે ઠગ ટોળકી કેવી રીતે વાતોમાં ફસાવીને કે નજર ચૂકવીને ગ્રાહકોના કાર્ડ બદલી નાખે છે. નાગરિકોને સાવધ કરતા પોલીસે જણાવ્યું હતું કે એટીએમમાં પૈસા ઉપાડતી વખતે કોઈ પણ અજાણી વ્યક્તિની મદદ ક્યારેય લેવી નહીં.

આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે મશીનમાંથી બહાર નીકળતી વખતે ‘કેન્સલ’ કે ‘ક્લિયર’ બટન ચોક્કસ દબાવવાની સલાહ આપવામાં આવી છે. જો તમારું કાર્ડ મશીનમાં અટવાઈ જાય અથવા મશીન કામ ન કરતું હોય, તો ગભરાયા વગર તાત્કાલિક સંબંધિત બેંકનો સંપર્ક કરવો હિતાવહ છે.
📲Get App