🔥 TRENDING Uttar Pradesh allocates Rs 21 crore to... Authorities urge safety and hygiene im... Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુર નગરપાલિકામાં જ્યારથી નગરપાલિકા માં ભાજપની બોડી આવી છે ત્યારથી ક્યારેય પાલિકા પ્રમુખ એમની ઓફિસે જોવા મળ્યા નથી જયારે હોઈ ત્યારે એમના પતિદેવ ચારેબાજુ આંટા મારતા જોવા મળ્યા છે

રાધનપુર નગરપાલિકામાં જ્યારથી નગરપાલિકા માં ભાજપની બોડી આવી છે ત્યારથી ક્યારેય પાલિકા પ્રમુખ એમની ઓફિસે જોવા મળ્યા નથી જયારે હોઈ ત્યારે એમના પતિદેવ ચારેબાજુ આંટા મારતા જોવા મળ્યા છે

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 21 Aug 2026, 02:26 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર પાલિકાના વહીવટ સામે વિપક્ષના સવાલો, જયાબેન ઠાકોરના આક્ષેપોથી રાજકારણ ગરમાયું
રાધનપુર નગરપાલિકામાં જ્યારથી નગરપાલિકા માં ભાજપની બોડી આવી છે ત્યારથી ક્યારેય પાલિકા પ્રમુખ એમની ઓફિસે જોવા મળ્યા નથી જયારે હોઈ ત્યારે એમના પતિદેવ ચારેબાજુ આંટા મારતા જોવા મળ્યા છે
રાધનપુર નગરપાલિકાના વહીવટ અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણને લઈને વિપક્ષના નગરસેવક જયાબેન ઠાકોરે પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પાલિકામાં ભાજપની બોડી સત્તામાં આવ્યા બાદ પ્રજાલક્ષી રજૂઆતો માટે આવતા લોકોને યોગ્ય જવાબદારી અધિકારી મળી રહેતી નથી.
જયાબેન ઠાકોરના જણાવ્યા પ્રમાણે, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તથા ચીફ ઓફિસર કચેરીમાં નિયમિત હાજર ન હોવાના કારણે અરજદારો અને નગરસેવકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. વિકાસકામો, ખર્ચ અને અન્ય કામગીરી અંગે લેખિત માહિતી માંગવામાં આવે ત્યારે પણ માહિતી આપવામાં આવતી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
“પાલિકાના કામકાજમાં પારદર્શિતા જળવાઈ રહેવી જોઈએ અને વિપક્ષ દ્વારા માંગવામાં આવતી માહિતી છુપાવવાને બદલે જાહેર કરવી જોઈએ,” તેમ જયાબેન ઠાકોરે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે કચેરીમાં જવાબદાર પદાધિકારીઓની હાજરી ન મળતી હોવાના કારણે હવે કચેરીઓ બહાર પેમ્ફલેટ લગાવી અન્ય ઉપયોગ માટે ઓફિસ ભાડે આપવાની જાહેરાત કરવાની નોબત આવી છે.
📲Get App