🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ૪.૩૭ કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો
Crime

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ૪.૩૭ કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો

✍️ Reporter: Shahid Mansuri 🗓 21 Aug 2026, 04:24 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અંકલેશ્વર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ૧.૨૩ લાખથી વધુ દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો.

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના વિવિધ પાંચ પોલીસ મથકો હેઠળ નોંધાયેલા ૧૪૦ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો જાહેરમાં નષ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૪,૩૭,૩૬,૪૪૮ રૂપિયાની કિંમતની ૧.૨૩ લાખથી વધુ વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી તેને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા પોલીસ અને વહીવટી તંત્રની કડક દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી.

આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, એસડીએમ બી.એ. જાડેજા અને ડીવાયએસપી ડો. કુશળ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
📲Get App