🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં નકલી દારૂના મામલે પોલીસની કાર્યવાહી,  આરોપીઓ ઝડપાયા
Local

ભાવનગરમાં નકલી દારૂના મામલે પોલીસની કાર્યવાહી, આરોપીઓ ઝડપાયા

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 04:30 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર: શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી દારૂના સેવનથી લોકોના મૃત્યુ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા નકલી દારૂની બોટલ તથા તેના ઉપરના સ્ટીકરના ફોટા જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે જાહેર વિનંતી કરતાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની બોટલ અથવા તેના ઉપર સ્ટીકરવાળો દારૂ હોય તો તાત્કાલિક તેનો નાશ કરવો અને તેનું સેવન ન કરવું.

પોલીસે વધુમાં અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિએ ફોટામાં દર્શાવેલી બોટલ અથવા સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકની દવાખાના અથવા હોસ્પિટલમાં પોતાની તબિયતની ચકાસણી કરાવી લેવી.

પોલીસે બોટલના ફોટામાં દર્શાવેલા બારકોડ તેમજ તેની નીચે દર્શાવેલા નંબરને ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. ફોટામાં દેખાતી બોટલ Royal Stag Superior Whiskyની છે.

આ મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપેલા આરોપીઓના ફોટા પણ જાહેર કર્યા છે.

જાહેર કરાયેલા નામોમાં જીતિન સુરેશભાઈ કાંબળ, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઈ ચુડાસમા, મનદીપસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બચુસિંહ ગોહિલ, જયદીપ જીવરાજ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ રોહિતલાલ ચૌહાણ, વિવેક અર્જુન અલગોતર, ભાગવ કનૈયાલાલ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી, સુમેધ સખી બાભાભાઈ સલાટ અને હાર્દિક ઉર્ફે ટીટો ગોવિંદભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. બે વ્યક્તિઓના નામ ફોટામાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા નથી.

પોલીસની અપીલ છે કે, આ પ્રકારની બોટલ અથવા દારૂ કોઈના ધ્યાનમાં આવે તો તેનું સેવન ન કરવામાં આવે અને જો કોઈ વ્યક્તિએ તેનું સેવન કર્યું હોય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવામાં આવે.
📲Get App