🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ: નાનાવડા સીમમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું, ખાણ-ખનીજ વિભાગને દંડકીય કાર્યવાહી સોંપાઈ
Crime

રાજકોટ: નાનાવડા સીમમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું, ખાણ-ખનીજ વિભાગને દંડકીય કાર્યવાહી સોંપાઈ

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 20 Aug 2026, 07:24 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ / પડધરી:
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખનિજચોરી અને ગેરકાયદે ખનન-વહનની પ્રવૃત્તિઓ સામે પોલીસે પડધરી તાલુકાના નાનાવડા ગામની સીમમાં દરોડો પાડી સોફ્ટ મોરમ (તાસ)નું ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પરથી જેસીબી, ટ્રેક્ટર તથા ખનન કરાયેલ મોરમ સહિત કુલ ₹૩૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એસ.ઓ.જી. પીઆઈ એફ.એ. પારગીના પીએસઆઈ પી.બી. મિશ્રા તેમજ પોલીસ સ્ટાફ પડધરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ નૈમિષભાઇ મહેતાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નાનાવડા ગામની સીમમાં આવેલ ચેકડેમ નજીક સોફ્ટ મોરમ (તાસ)નું ગેરકાયદેસર ખનન અને પરિવહન ચાલી રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સહજાનંદ પાર્ક, શેરી નં-૧ ખાતે રહેતો ઉમેશભાઇ ભુરાભાઇ પાંભર નામનો શખ્સ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર સોફ્ટ મોરમનું ખોદકામ અને વહન કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
પોલીસે કબ્જે કરેલા વાહનો અને ખનન કરાયેલા જથ્થા સંદર્ભે ખાણ-ખનીજ વિભાગના નિયમ મુજબ વધુ કમ્પાઉન્ડિંગ દંડની વસૂલાત અને કાયદેસર કાર્યવાહી માટે રાજકોટ ભૂસ્તરશાસ્ત્રીશ્રી. ખાણ ખનીજ વિભાગ રાજકોટ ને રિપોર્ટ સુપરત કર્યો છે.
📲Get App