🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાંથી ચાર વર્ષનું બાળક પટકાયું, ગંભીર ઈજા
स्थानीय

ભરૂચના શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાંથી ચાર વર્ષનું બાળક પટકાયું, ગંભીર ઈજા

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 20 अग. 2026, 04:34 PM 👁 36
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં આવેલી હોસ્પિટલની લિફ્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચાર વર્ષનું બાળક નીચે પટકાયું છે.

ભરૂચના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ચાર વર્ષીય તીર્થરાજ દેવેન્દ્ર પરમાર નામનું બાળક લિફ્ટમાંથી નીચે પટકાયું હતું. બાળકને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લિફ્ટ બીજા માળે અટકી ગઈ હતી, જેના કારણે પરિવાર તેમાં ફસાઈ ગયો હતો. પરિવારને બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન બાળક લિફ્ટમાંથી નીચે પટકાયું હતું. આ અકસ્માતમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે લિફ્ટને બંધ કરાવી દીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App