🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર: જી.બી.એસ.ના શંકાસ્પદ કેસો બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સઘન તપાસ
Health

મહીસાગર: જી.બી.એસ.ના શંકાસ્પદ કેસો બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સઘન તપાસ

✍️ Reporter: SAGAR PATEL 🗓 20 Aug 2026, 09:00 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં જી.બી.એસ.ના શંકાસ્પદ કેસો નોંધાતા કલેક્ટરના આદેશથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં જી.બી.એસ. (GBS) ના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની સૂચનાને પગલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની ટીમે વિવિધ હોટલો, છાત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસી હતી. તપાસ દરમિયાન જે સ્થળોએ અખાદ્ય સામગ્રી મળી આવી હતી, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા તમામ સંસ્થાઓ અને હોટલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ રસોડા અને પરિસરમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવે. નિયમોનું ઉલ્લંઘન કરનાર અને સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેલા સંચાલકોને વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે.
📲Get App